મિલન નાનક (મોરબી) : શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં યુવાન શક્તિપાલસિંહ ચુડાસમા ૧૧૧૧ ગીતા વહેંચી વિદ્યાર્થીઓનો જૂસ્સો વધારવા નવતર પ્રયોગ કર્યોજીવનની દરેક સમસ્યાનો ઉકેલ મહાન ગ્રંથ ભગવત ગીતામાં સમાયેલો છે.આ ભગવત ગીતાનું વાંચન કરીને જીવનમાં ઉતારવાથી કઠિનમાં કઠિન મુશ્કેલીઓનો સામનો કરવાનું અદભુત શક્તિ સામર્થ્ય મળે છે.ત્યારે હાલ કોરોના કાળમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવા માટે સારા વિચારોનું પ્રદાન થાય અને ખાસ કરીને શાળા કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ ભગવત ગીતાના માધ્યમથી સદાચારને આત્મસાત કરી શકે તેવા હેતુસર મોરબીમાં એક જાગૃત યુવાન દ્વારા તેમના વિસ્તારમાં ભગવત ગીતાના પુસ્તકનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીના વોર્ડ નંબર ૦૯ માં આવેલા શનાળા રોડ પરના ન્યુ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા અને સામાજિક તથા સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જગૃત યુવાન શક્તિપાલસિંહ ચુડાસમા દ્વારા આજે તેમના વિસ્તારમાં ૧૧૧૧ ભગવત ગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું.ખાસ કરીને હાલ.કોરોના કાળમાં શાળા કોલેજ બંધ હોય ઘરે રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનો માનવ જીવનના ઉચ્ચ કોટી વિચારો જીવનમાં ઉતારી.પોતાનું જીવન ધન્ય બનાવી શકે એ માટે આજે તેઓએ વિદ્યાર્થીઓ અને યુવાનોને ગીતાજીના પુસ્તકો ભેટમાં આવ્યા હતા.કોરોનાની.પરિસ્થિતિ એટલી હદે વિકટ બની ગઈ છે કે ,લોકોના મનમાં એક જ ચિંતા છે કે આ કપરી પરિસ્થિતિમાંથી કેવી રીતે હેમખેમ ઉગરી શકાય.જીવનની દરેક કપરીમાં કપરી મુસીબતમાંથી બહાર નીકળવા માટે ભગવત ગીતાજ એક સાચો રાહબર છે.યુવાનો સહિતના લોકો ભગવત ગીતામાંથી બોધપાઠ મેળવીને આ કપરી પરિસ્થિતિનો સામનો.કરી શકે એમ છે.આથી યુવાને ભગવત ગીતાનું વિતરણ કરવાનું આ પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યું હતું.