Thursday, March 28, 2024
HomeGujaratમોરબી : મચ્છુ ૩ ડેમ ૯૨% ભરાતાં મોરબી-માળિયાનાં ૨૧ ગામોને એલર્ટ કરાયાં

મોરબી : મચ્છુ ૩ ડેમ ૯૨% ભરાતાં મોરબી-માળિયાનાં ૨૧ ગામોને એલર્ટ કરાયાં

મોરબી તાલુકાના ૧૩ અને માળિયા (મી.) તાલુકાનાં ૮ મળી કુલ ૨૧ ગામોને એલર્ટ કરાયાં

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે સર્વત્ર ઠંડક પ્રસરી છે અને કાગડોળે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદને પગલે નદી નાળામાં નવા નીરની આવક થઈ છે ત્યારે ઉપરવાસમાં સારા વરસાદને પગલે મોરબીનાં જુના સાદુળકા ગામ નજીક આવેલ મચ્છુ-૩ ડેમ ૯૨% જેટલો ભરાઇ ગયો છે. જેથી મોરબી તાલુકાનાં ૧૩ અને માળીયા તાલુકાનાં ૮ ગામો મળી કુલ ૨૧ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.જેમાં મોરબીના ગોર ખીજડિયા, વનાળીયા, માનસર, નવા સાદુંળકા, જુના સાદુંળકા, રવાપર (નદી), અમરનગર, ગૂંગણ, નવા નાગડવાસ, જુના નાગડવાસ, બહાદુરગઢ, નારણકા જ્યારે માળિયા તાલુકાના દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, ફતેપર, વીરવિદરકા, રાયસંગપર અને માળિયા સહિતના ગામો એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!