મોરબી મહાસંઘ દ્વારા પુણ્ય શ્લોકા અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મ જયંતી નિમિતે વ્યાખ્યાન માળા તેમજ જિલ્લા કારોબારીની બેઠક યોજાઇ હતી. મોરબી મહાસંઘની જિલ્લા કારોબારીમાં મારી શાળા મારૂં તીર્થ અને વિકસિત ભારતના પ્રારંભમાં શિક્ષકોની ભૂમિકા એમ બે પ્રસ્તાવ પારીત કરાયા હતા.
મોરબી મહાસંઘ દ્વારા પુણ્ય શ્લોકા અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મ જયંતી નિમિતે વ્યાખ્યાન માળા તેમજ જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં મારી શાળા મારી તીર્થ અને વિકસિત ભારત પ્રારંભમાં શિક્ષકોની ભૂમિકા એમ બે પ્રસ્તાવ પાસ પાસ કર્યા હતા. રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં સમાજ ઔર શિક્ષક કે હિત મેં સમાજના સૂત્ર સાથે રાષ્ટ્રહિતમાં કાર્ય કરતું સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં જેમને સિંહફાળો આપ્યો છે તે વા રત્નોની જન્મ જયંતિની ઉજવણી કરવાના ભાગરૂપે પુણ્ય શ્લોકા અહલ્યાબાઈની 300 મી જન્મ જયંતિ નિમિત્તે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ વિભાગ બૌદ્ધિક પ્રમુખ મહેશભાઈ બોપલીયાએ દેવી અહલ્યાબાઈના જીવન કવન વિશે વિસ્તૃત વાત કરી હતી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી બેઠકની શરૂઆત નિરવભાઈ બાવરવા પ્રચાર મંત્રીએ સંગઠન મંત્ર દ્વારા કરી હતી. શાબ્દિક સ્વાગત કિરણભાઈ કાચરોલા,મંત્રીએ કર્યું હતું. તેમજ મારી શાળા મારુ તીર્થનું વાંચન કિરીટભાઈ દેકાવડીયા અને વિકસિત ભારતના પ્રારંભમાં શિક્ષકોની ભૂમિકાનું વાંચન હરમીતભાઈ પટેલ કર્યું હતું. ત્યારે ઉપસ્થિત સૌ લોકોએ ૐ નાદથી પ્રસ્તાવને સમર્થન અને અનુમોદન આપ્યું હતું. ત્યારબાદ અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘની ગતિવિધિ, ગતિ ગરિમા સંગઠનન દ્વારા થયેલા કાર્યો, સાંપ્રત સમયમાં સંગઠનની જરૂરિયાત વિશે પ્રાસંગિક ઉદબોધન જિલ્લા અઘ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું..વિપુલભાઈ અઘારા (પ્રાંત પ્રચાર પ્રમુખ, સૌરાષ્ટ્ર પ્રાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) એ પાથેય રજુકર્તા જણાવ્યું હતું કે શિક્ષકો જ રાષ્ટ્રના સાચા ઘડવૈયા છે. શિક્ષકો જ રાષ્ટ્ર નિર્માતા છે. શિક્ષકો જ ભારતના ભાવિનું ઘડતર વર્ગખંડમાં કરી રહ્યા છે. અને જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે નરેશભાઈ સોનગ્રાની અને તાલુકાના પ્રચાર મંત્રી તરીકે સંજયભાઈ ગઢવીની જવાબદારીની ઘોષણા કરવામાં આવી હતી. ત્યાર બાદ કિરણભાઈ કાચરોલાએ સદસ્યતા અભિયાન પાવતી બુક સદસ્યતા શુલ્ક એકત્ર કરવાની, શૈક્ષિક મહાસંઘના કેલેન્ડર, મહર્ષિ દયાનંદ સરસ્વતીજી અને પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈના પુસ્તક વિશે ચર્ચા અને નવા કાર્યકર્તાઓને જોડવા વગેરે બાબતે ચર્ચા કરી હતી. ત્યાર બાદ અંતે હિતેશભાઈ પાંચોટીયાએ કલ્યાણ મંત્ર દ્વારા સમાપન કર્યું હતું. જે સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિરવભાઈ બાવરવા પ્રચાર મંત્રીએ કર્યું હતું. બંને કાર્યક્રમને સફળ બનાવવા મહાસંઘના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.