મોરબીનું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ શિક્ષકોના પ્રશ્નો બાબત સતત અવિરત કાર્યરત હોય,તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાના અધિકારી, પદાધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી,સકારાત્મક રજૂઆતો કરી શિક્ષક હિત અને બાળહિત માટેના પ્રયત્નો કરે છે,ત્યારે મોરબીના તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત થયેલ જયદિપ વણપરીયાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવેલ હતી જેમાં દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી, અશોકભાઈ સતાસીયા અધ્યક્ષ શૈક્ષિક મહાસંઘ વાંકાનેર, સંદીપભાઈ આદ્રોજા વરિષ્ઠ ઉપાધ્યક્ષ શૈક્ષિક મહાસંઘ-મોરબી જિલ્લો વગેરેએ તાલુકા વિકાસ અધિકારીની મુલાકાત લઈ મોરબી જિલ્લાની શૈક્ષણિક સ્થિતિ વિશે ચર્ચાઓ કરી હતી.









