Wednesday, January 22, 2025
HomeNewsMorbiમોરબીના મહેન્દ્રનગર ગામે સરકારી ખરાબામાં દબાણ કરી ભાડે આપી દેતા મામલતદારે પોલીસ...

મોરબીના મહેન્દ્રનગર ગામે સરકારી ખરાબામાં દબાણ કરી ભાડે આપી દેતા મામલતદારે પોલીસ ફરીયાદ નોંધાવી

મોરબીના મહેન્દ્રનગર ગામે એક શખ્સે સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરીને ભાડે આપી હોવાની માહિતી મળતા મામલતદારે સ્થળ તપાસ કરીને સરકારી જમીન ઉપર દબાણ કરતા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી

- Advertisement -
- Advertisement -

મોરબી મામલતદાર તરીકે ફરજ બજાવતા ડી. જે. જાડેજાએ મોરબીના ત્રાજપર ગામના યુવરાજ ખેંગારભાઇ ગોલતર સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ મોરબી માળીયા તરફ જવાના નેશનલ હાઇવેની બાજુમા આવેલ સર્વિસ રોડ ઉપર આવેલ મહેન્દ્રનગર ગામના સર્વે નંબર ૧૯૦ પૈકીની વાળી સરકારી ખરાબાની જમીનમા ગેરકાયદેસર અપ પ્રવેશ કરી જમીનમા દબાણ કરી કબ્જો કરી બાંધકામ કરી પોતે આર્થિક લાભ મેળવવાના હેતુથી અન્ય ઇસમોને ભાડે આપી દીધી છે જેની સ્થળ તપાસ અને પંચરોજ કામ પણ સાક્ષીઓની હાજરીમાં મામલતદાર દ્વારા કરવામાં આવ્યું છે ને જેમાં પુરાવાઓના આધારે મામલતદાર દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!