Sunday, January 12, 2025
HomeNewsBirthdayમોરબી માળિયા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આજે જન્મદિવસ:ગૌ સેવા...

મોરબી માળિયા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આજે જન્મદિવસ:ગૌ સેવા કરીને પ્રેરણાદાયી ઉજવણી

મોરબી માળિયા વિધાનસભામાં બબ્બે વખત ધારાસભ્ય તરીકે ચુંટાઈને મોરબી ને વિકાસ મેડિકલ કોલેજ,સિરામીક પાર્ક તેમજ ફોર લેન રોડ જેવી અનેક સુવિધાઓ મંજૂર કરાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપનાર પૂર્વ મંત્રી બ્રિજેશ ભાઈ મેરજા નો આજે જન્મદિવસ છે જેની તેઓએ ગૌ સેવા કરી ને ઉજવણી કરી છે.

- Advertisement -
- Advertisement -

આજે તેઓના જન્મદિવસ નિમિત્તે તેઓના જીવન વિશે વધુ વાત કરીએ તો પૂર્વ મંત્રી અને મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો જન્મ મોરબી જિલ્લાના માળીયા(મી.) તાલુકાના ચમનપર ગામે તા. ૦૧ – ૦૩ – ૧૯૫૮ ના રોજ થયો હતો જ્યાં તેઓએ પોતાની બાળપણ વિતાવ્યું હતું કે અને માળીયા મી. માં તેઓએ પ્રાથમિક શિક્ષણ માળીયા (મી)અને માધ્યમિક શિક્ષણ મોરબી ખાતે મેળવ્યું હતું તેમજ તેઓએ કોલેજ નો અભ્યાસક્રમ રાજકોટ ખાતે કર્યો હતો. જે બાદ પુસ્તકો નુ જ્ઞાન અને આગવી કોઠા સૂઝ તેમજ શબ્દોનો અનેરો ભંડાર ધરાવતા બ્રિજેશભાઈ એ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો- ઓપરેટીવ બેંકમાં પી.એ ટુ ચેરમેન અને પબ્લિક રિલેશન ઓફિસર તરીકે કારકિર્દી ની શરૂઆત કરી ને ૨૫ વર્ષ સુધી ગુજરાત સરકારમાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ નિભાવી હતી અને મોરબી માળીયા ના ધારાસભ્ય અને શ્રમ અને રોજગાર મંત્રાલયના મંત્રી તરીકે ની કાર્યકાળ દરમિયાન મોરબી – માળીયા (મીં)ના લોકો માટે માટે ફોર લેન રસ્તા, બંદર ના વિકાસ, નટરાજ ફાટક ઓવર બ્રિજ બ્રિજ, અને મોરબી મેડિકલ કોલેજ, રાજપર નજીક એરોડ્રામ, ઈન્ટરનેશનલ સિરામિક પાર્ક સહિત અનેક યોજનાઓ સહિત તેઓએ ૧૪૦૦ કરોડ જેટલા વિકાસના કામો ને મંજૂરી અપાવી હતી જેમાંથી મેડિકલ કોલેજ હંગામી ધોરણે શરૂ પણ થઈ ગઈ છે અને શનાળા નજીક નવી મેડિકલ કોલેજ બનવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આજના દિવસે ગાયો ને સ્વ હસ્તે ઘાસ ચારો ખવડાવીને તેઓએ પોતાના નિર્મળ અને દયાળું સ્વભાવ અને પશુ પ્રત્યે પ્રેમ સ્વભાવ ની પ્રતીતિ કરાવી છે.

ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા બ્રિજેશ ભાઈ મેરજાને મોરબી મીરર ટીમ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!