Monday, December 30, 2024
HomeGujaratમોરબી-માળિયા હાઇવે ઉપર સોખડાનાં પાટીયા પાસે ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત...

મોરબી-માળિયા હાઇવે ઉપર સોખડાનાં પાટીયા પાસે ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત : એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

મોરબી : મોરબી-માળિયા હાઇવે ઉપર ગઈકાલે ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વિદ્યાર્થીને ઇજા પણ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોરબી-માળિયા હાઇવે પર સોખડાના પાટિયા પાસે જીજે-૦૩-બિટી-૦૭૫૨ નંબરની બસ રોડ ક્રોસ કરતી હતી. તે વેળાએ જીજે-૧૨-ઝેડ-૩૦૪૧ નંબરના ટ્રકે બસને ટક્કર મારી હતી. આ બસ જેતપરની હોવાનું માલુમ લડે છે. જેમાં ૧૨ થી ૧૩ વિદ્યાર્થીઓ હતા. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીને ઇજા પણ પહોંચી હોવાનું માલુમ પડ્યું છે. અકસ્માતની જાણ થતાં સૂરજબારી ટોલ પ્લાઝાની ટીમે ઘટના સ્થળે જઈને ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!