Monday, April 21, 2025
HomeGujaratમોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો આજે જન્મદિવસ, ઠેર-ઠેરથી થઇ રહી છે શુભેચ્છા...

મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો આજે જન્મદિવસ, ઠેર-ઠેરથી થઇ રહી છે શુભેચ્છા વર્ષા

મોરબી માળિયા વિધાનસભા વિસ્તાના ૬ વખતથી રહેલા પ્રજાપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આજે ૬૩ વર્ષ પૂર્ણ કરી ૬૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. જે બદલ રાજકીય, સામાજિક આગેવાનો, પાર્ટીના કાર્યકરો તેમજ સમર્થકો દ્વારા જન્મ દિવસની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના 6 વખતના પ્રજાપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા તા. 08-03-2025 શનિવારના રોજ પોતાના જીવનના 63 વર્ષ સંપન્ન કરીને 64 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. વિસ્તારમા ખૂબ જ સક્રિય, આગવી કોઠાસુઝ ધરાવતા, સ્પષ્ટવક્તા, નીડર-લીડર એવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વિસ્તારના વિકાસ માટે હંમેશાં ચિંતિત હોય છે. પ્રજાની સુવિધા માટે હંમેશા ખેવના રાખે છે. તથા જનતા-મતદારો માટે હંમેશા સુલભ રહે છે. તેઓ દીર્ઘાયું બને અને આ જ રીતે વિસ્તાર તથા પ્રજાની ઉત્તમોત્તમ સેવા કરતા રહે તેવી તેઓના જન્મદિનની શુભેચ્છા-શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!