ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને માત્ર થોડાંક દિવસો બાકી છે. તો ગુજરાતની પ્રજા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ તરફથી કયા ઉમેદવારો ઉભા રહેશે તે જાણવા ઉત્સુક બન્યા હતા. ત્યારે ભાજપે પણ પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.
જેમાં મોરબી માળીયા બેઠકના ઉમેદવાર તરીકે કાંતિલાલ અમૃતિયાને ટીકીટ મળતા આજ રોજ તેમના વતન જેતપર ગામે આજે રાત્રે 9 વાગ્યે વિરાટ જનસભાનું આયોજન કરેલ છે. જેમાં બધાં પ્રતિનિધિ તેમજ આજુ-બાજુના ગ્રામજનોને મોટી સંખ્યામાં પધારવા ભાજપ ઉમેદવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
તેમજ આવતી કાલે સવારે ૧૦:૩૦ વાગ્યે કાંતિલાલ અમૃતિયા પોતાનાં સમર્થકો સાથે મોરબી સેવા સદન ખાતે પહોંચીને વિધિવત રીતે ઉમેદવારી ફોર્મ ભરશે તેવું યાદીમાં જણાવ્યું છે.