Monday, December 23, 2024
HomeGujaratમોરબી-માળિયા શ્રી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ,ઉપપ્રમુખ સહિતના હોદેદારોની ચુંટણી યોજાઈ

મોરબી-માળિયા શ્રી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ,ઉપપ્રમુખ સહિતના હોદેદારોની ચુંટણી યોજાઈ

શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ મોરબી માળીયા (મી.) ના નવા ટ્રસ્ટ મંડળની રચના કરવા તાજેતરમાં રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે ચુંટણી યોજાઈ હતી જેમાં સભાસદોએ ઉત્સાહપૂર્ણ મતદાન કર્યું હતું અને 11 ઉમેદવારોએ ચુંટણીમાં ઝંપલાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેની મત ગણતરી કરતા અરુણાબહેન એમ રામાવતને 87 મત, જાગૃતીબહેન સી રામાવતને 75 મત, સરોજબહેન આર રામાવતને 74 મત, હરકાંતભાઈ જી અગ્રાવતને ૬૭ મત, નિલકમલભાઈ આર નિમાવતને 72 મત, હિતેશભાઈ ડી રામાનુજને 284 મત, ભુપેન્દ્રભાઈ (ભુપતભાઈ) ટી અગ્રાવતને 288 મત, રવિભાઈ સી રામાનુજને ૨૮૩ મત, હિતેશભાઈ બી રામાવતને ૨૬૫ મત, પરેશભાઈ કે રામાવતને ૨૧૩ મત અને જીતેન્દ્રભાઈ એમ રામાવતને ૨૬૪ મતો મળ્યા હતા. જેથી નવી પેનલમાં પ્રમુખ તરીકે ભુપેન્દ્રભાઈ તુલસીદાસ અગ્રાવત, ઉપપ્રમુખ હિતેશભાઈ ડી રામાનુજ, મંત્રી હિતેશભાઈ બી રામાવત, ખજાનચી તરીકે રવિભાઈ સી રામાનુજ, તેમજ ટ્રસ્ટી તરીકે પરેશભાઈ રામાવત અને જીતેન્દ્રભાઈ એમ રામાવતની વરણી કરવામાં આવી હતી જે નવનિયુક્ત હોદેદારોને ઉપસ્થિત સમાજના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!