મોરબી સહિત રાજ્ય ભરમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે આગાહીને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમા ધાબડીયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે ત્યારે માવઠાના અણસારને પગલે આજે મોરબી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા આગામી બે દિવસ કપાસ અને મગફળીની આવક બંધ કરવા નિર્ણય લેવાયો છે.
શિયાળાનું આગમન થઈ ગયું હોવા છતા હજુ કાતિલ ઠંડી શરૂ થઈ નથી ઉલટાનું તેના બદલે હવામાન પલ્ટાનો દોર હોય તેમ આવતીકાલથી બીજી ડિસેમ્બર સુધી ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેવા સંજોગો વચ્ચે જણસોનો બગાડ અટકે તે માટે મોરબી માર્કેટિંગ યાર્ડના જવાબદાર અધિકારીઓ પદાધીકારીઓ નિર્ણય લઈ આવતીકાલે તા.૧-૧૨ થી તા. ૨-૧૨ સુધી બે દિવસ કપાસ અને મગફળીની યાર્ડમાં આવક બંધ કરવામાં આવી છે. જ્યારે અન્ય પાકોની આવક રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે. તેમ જણાવાયું છે.