મોરબી માં બિપરજોય વાવાઝોડામાં માર્કેટીંગ યાર્ડ બંધ રહ્યા બાદ ખુલતાની સાથે જીરું ના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે જેમાં મોરબી માર્કેટીંગ યાર્ડ શરૂ થયાના ૨૦ વર્ષ માં આજે રેકોર્ડ બ્રેક રૂપિયા ૧૧૦૧૦ નો ઊંચો ભાવ બોલાયો હતો.
મોરબીમાં બિપરજોય વાવાઝોડાએ ભારે ખાના ખરાબી સર્જી હતી અને ભારે વરસાદ ને કારણે જીરું ના પાક ને લઈને ખેડૂતો ચિંતિત હતા. પરંતુ વાવાઝોડા બાદ માર્કેટિંગ યાર્ડ શરૂ થવાની સાથેજ જીરું ના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.જેમાં ગત પરમ દિવસે ૧૦૬૦૦નો ઊંચો ભાવ ત્યાર બાદ ગઈકાલે ૧૧૦૦૦ બોલાયો હતો જે રેકોર્ડ તોડીને આજે ઊંચો ભાવ રૂપિયા ૧૧૦૧૦ અને નીચો ભાવ ૬૫૦૦ બોલાયો છે.તેમજ માર્કેટિંગ યાર્ડના પદાધિકારી ના જણાવ્યા અનુસાર મોરબી માર્કેટિંગ યાર્ડ વીસ વર્ષ પેહલા શરૂ થયું હતું.ત્યારથી લઈને અત્યાર સુધીમાં જીરૂનો આજનો ભાવ ૧૧૦૧૦ એ રેકોર્ડ બ્રેક ભાવ છે.જીરૂનો આટલો ઊંચો ભાવ મળતા ખેડૂતો માં પણ ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.