મોરબીમાં વીસીપરા વિસ્તારમાં આવેલ આંબેડકર કોલોની શેરી નં. ૩ માં રહેતા લક્ષ્મીબેન સુરેશભાઈ જમાનભાઈ સોલંકી ઉવ.૩૫ એ ગઈકાલે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકના પતિ દ્વારા ડેડબોડી પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા, હાજર ડોક્ટરે પોલીસને જાણ કરી હતી, ત્યારે પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કામગીરી હાથ ધરી હતી. હાલ બી ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.