મોરબી જીલ્લામાં ભારે વરસાદ ના લીધે મોરબી હળવદ વાંકાનેર અને માળીયા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે જેમાં મોરબી ના શહેરમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે
તો બીજી બાજુ વાંકાનેર પંથકમાં વરસાદી માહોલ જામતા માટેલિયા ધરામાં નવા નીર આવ્યા સીબે બીજી વખત ધરો છલકાયો હતો ઉપરવાસમાં વરસાદ પડતાં માટેલિયો ધરો બે કાંઠે થયો છે અને માટેલ ધરામાં લોકો ધરામાં નાહવા પડ્યા હતામાટેલ ગામમાં ધરામાં વરસાદ ના પાણી આવતા માટેલિયો ધરો બીજી વખત છલકાતા સારા વરસાદ ની નિશાની ગણવામાં આવેછે તો માળીયા મિયાણા પંથકમાં વરસાદ પડતાં તમામ ગામડાઓમાં પાણી પાણી થઈ ગયું છે અને સરવડ ગામનું તળાવ તૂટતાં ગામના નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને ગામના તમામ વિસ્તારમાં પાણી તરબોળ થયાં છે કેનાલ તૂટી હતી જેના લીધે પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતો પરેશાનીનો સામનો કરવો પડ્યો છે
તો હળવદ ના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા જુદી જુદી બે જગ્યાએ જર્જરિત દીવાલો ધરાશાયી થઈ હતી જો કે કોઈ જાનહાની ન થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો જો કે વહીવટી તંત્ર ની કામગીરી સવાલોના ઘેરામાં જોવા મળી રહી છે કન્ટ્રોલ રૂમના નમ્બર ન લાગતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે ત્યારે જો આગામી સમયમાં વધુ વરસાદ પડે તો મોરબી ના છેવાડાના વિસ્તારમાં ભારે તારાજી સર્જાય તેવી સ્થિતિ ઉભી થાય તેમ છે.