મોરબી શહેરની ધર્મ સુષ્ઠી સોસાયટીમાં રહેતા ૪૩ વર્ષીય આધેડે પોતાના રહેણાંક મકાને પંખા સાથે ટુવાલ બાંધી ગળેફાંસો ખાઈ લેતાં તેમનું મોત થયું છે. બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબીમાં ધર્મ સુષ્ઠી સોસાયટી વિસ્તારમાં રહેતા નિકેતભાઈ ત્રિકમજીભાઈ ડાભી ઉવ.૪૩એ ગઈકાલ તા.૦૧/૦૨ના રોજ પોતાના રહેણાંક મકાને કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે ટુવાલ બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા તેમને સરકારી હોસ્પિટલ મોરબી ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે જોઈ તપાસી નિકેતભાઈને મરણ જાહેર કર્યા હતા. ત્યારે મૃત્યુના બનાવ અંગે પોલીસે અ.મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.









