મોરબી શહેરની ભાગોળે શકત શનાળા ગામ નજીક રાજપર રોડ ઉપર આવેલ દુકાનમાં દુકાનદાર આધેડને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા, ૧૦૮ મારફત હોસ્પિટલમાં ખસેડતા, જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના શકત શનાળા ગામે શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતા સંજયભાઇ અરજણભાઇ જરુ ઉવ.૪૫ ગઈ તા.૧૭/૦૮ના રોજ રાજપર રોડ પર આવેલ પોતાના હવાલાવાળી દુકાને બેઠા હતા ત્યારે અચાનક છાતીમા દુખાવો ઉપડતા, તેઓને ૧૦૮ મા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમા લાવવામાં આવ્યા હતા, ત્યારે મોરબી સીવીલ હોસ્પિટલે ફરજ ઉપરના ડોક્ટરે જોઈ તપાસી સંજયભાઈને મરણ જાહેર કરતા સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.