મોરબીના ઉંચી માંડલ ગામે સનલેન્ડ સીરામીકમાં રહેતા રાકેશ પ્રયાગરાજ પાંડે ઉ.૪૫ ગઈકાલ તા.૧૩/૦૧ના રોજ સનલેન્ડ સીરામીકની સિક્યુરીટી રૂમમાં જમતા હોય ત્યારે અચાનક જમતી વેળા રાકેશભાઈ બેભાન થઈ ઢળી પડ્યા હતા, જેથી તેને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા હાજર ડોક્ટરે જોઈ તોએસી રાકેશભાઈને મૃત જાહેર કર્યા હતા, ત્યારે મૃત્યુના બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સ્થળ ઉપસર પહોંચી મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવી છે.