મોરબી તાલુકાના ખાખરળા ગામે ઝેરી જીવજંતુ કરડવાની ઘટનામાં ૪૬ વર્ષીય આધેડનું રાજકોટ સારવાર દરમિયાન મોત થયું છે. જે અંગે મોરબી તાલુકા પોલીસે મરણ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના ખાખરળા ગામે રહેતા લક્ષમણભાઈ મોતીભાઈ વણોલ ઉવ.૪૬ને એકાદ મહિના પહેલા ઘેર હાજર હતા ત્યારે કોઈ અજાણ્યા ઝેરી જીવજંતુ કરડ્યા બાદ તબિયત લથડી હતી. શરૂઆતમાં મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, ત્યારબાદ વધુ સારવાર માટે તા.૧૦/૧૨ના રોજ રાજકોટ સરકારી હોસ્પિટલના સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.૧૩/૧૨ના રોજ તેમનું મોત નિપજ્યું હોવાનું ફરજ પરના ડૉક્ટરે જાહેર કર્યું હતું. મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી છે.









