મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી-માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટીયા પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા શખ્સને રોકી તેની તલાસી લેતા તેની પાસેથી કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ૧૨ નંગ ટીન કિ.રૂ.૩,૧૬૮/- મળી આવ્યા હતા, જેથી તુરંત આરોપી સબુર જામસિંહ નિનામા ઉવ.૨૨ રહે. પેટલાદ ગામ જીલ્લો જાંબુઆ મધ્યપ્રદેશ વાળાની સ્થળ ઉપરથી અટક કરી હતી. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









