મોરબી જિલ્લામાં ઠેર ઠેર ખનિજ ચોરી થતી હોવાની વાત જગ જાહેર છે. કે મોરબી જિલ્લામાં બેરોકટોક ખનિજ ચોરી ચાલી રહી છે. પરંતુ મોરબી ખનિજ વિભાગ ખનિજ ચોરી પકડવાને બદલે માત્ર ખનિજ વહન કરતા વાહનોને પકડીને સંતોષ માની છે જેને કારણે ખાણ ખનિજ વિભાગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં ઠેર ઠેર ખનીજ ચોરી ચાલતી રહે છે અને આ તમામ લોકોને ખબર છે જે જગ જાહેર છે. પણ જાણે ખાણ ખનીજ વિભાગને ખબર જ ન હોય તેવી રીતે આ બધું બેરોકટોક ચાલ્યા કરે છે. ત્યારે ખનીજ વિભાગ પર અનેક પ્રશ્નો ઊભા થતા ખનીજ વિભાગે પોતાની કામગીરી દર્શાવવા જાણે વચલો રસ્તો શોધી કાઢ્યો હોય તે રીતે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનો ઝડપી પાડીને સંતોષ માની લેવામાં આવે છે. પરંતુ આ ગેરકાયદેસર વહન થતું ખનીજ ક્યાંથી ભર્યું ?કોના દ્વારા ભરવામાં આવ્યું ? ક્યાં લઇ જવાતું હતું તેવા મુદ્દે કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે આજરોજ ખાણ ખનિજ વિભાગે ટંકારા ખાતેથી ડમ્પર નં GJ-36-V-3505, GJ-36-T-9218 બ્લેકટ્રેપ ખનીજના અને GJ-03-BY-5015 ને સાદી રેતી ખાનીજનાં ગેર કાયદેસર રીતે વહન બદલ પકડી સીઝ કરી આશરે 90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટંકારા પોલીસે સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી ખનીજ વિભાગની કામગીરી “સાપ ભી મર જયે લાઠી ભી ના તૂટે” જેવી હોવાથી ખનીજવહન કરતા વાહનો પકડાય તો ખનીજ ચોરી નથી પકડાતી ? તેવા સવાલો મોરબીની જનતામાં ઉઠી રહ્યા છે.