મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનન માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે મોરબી જિલ્લાના ગોરખીજડીયા, સાદુળકા, નારણકા, માનસર,સોખડા સહિત ગામોમાંથી પસાર થતી મચ્છુ નદીપટ વિસ્તારમાં સાદી રહેતી ખનીજની ચોરીની ફરિયાદો મળતાં ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની સૂચનાથી મચ્છુ નદી પટ્ટ વિસ્તારમાં રેઇડ કરી ૨.૩૫ કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના ગોરખીજડીયા, સાદુળકા, નારણકા, માનસર,સોખડા સહિત ગામોમાંથી પસાર થતી મચ્છુ નદીપટ વિસ્તારમાં સાદી રહેતી ખનીજની ચોરીની ફરિયાદો મળતાં ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેકટર આર.કે. કણસાગરા, માઇન્સ સુપરવાઈઝર એમ.આર. ગોજિયા, ગોપાલ ચંદારાણા તથા ગોપાલ સુવા દ્વારા આજરોજ ખાનગી વાહનોમાં આકસ્મીત રેઇડ ની કામગીરી હાથ ધરાઈ હતી. જે રેઇડ દરમિયાન મચ્છુ નદીના પટ્ટ વિસ્તારમાંથી ૨ હ્યુન્ડાઈ એસ્કેવેટર મશીન, ૧ જોનડીયર, લોડર, ૨ ટ્રેકટર તથા ૬ ડમ્પર વાહનોને બિન અધિકૃત ખનિજ સાદી રેતીના વાહન ખનન કરવા બદલ પકડી પાડવામાં આવ્યા છે. જેમાં એસ્કેવેટર મશીન મહેશભાઈ સોલંકી અને નિર્મળસિંહ ઝાલા નું, લોડર પ્રદીપસિંહ વિક્રમ સિંહ ઝાલા નું, ટ્રેકટર અરવિંદસિંહ મહિપત સિંહ ઝાલા અને રામદેવ સિંહ દિલીપસિંહ ઝાલા તેમજ ડમ્પર વાહનો કાનાભાઈ ભુપતભાઈ ભરવાડ, કનુભાઈ જગાભાઈ, જગદીશભાઇ સામતભાઈ સોલંકી, મેધરાજસિંહ ઝાલા, મહેન્દ્ર સિંહ જેસુભા ઝાલા અને ભાગ્ય લક્ષ્મી એન્ટરપ્રાઈઝ ની માલિકીનું હોવાનું સામે આવ્યું છે. જે તમામ વાહનો સહિત ખાન ખનિજ વિભાગે કુલ ૨.૩૫ કરોડનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..