મોરબી ખાણ ખનિજ વિભાગે નીચી માંડલ તેમજ રાતાભેર વિસ્તારમાં ખનિજ ચોરીની ફરિયાદો મળતાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ત્રણ ડમ્પર જેમાં એક ડમ્પર મોરમ અને બે ડમ્પર ફાયરકલે ખનીજના ગેરકાયદેસર વહન કરતા પકડી પાડ્યા છે.
ભુસ્તરશાત્રી મોરબી જે એસ વાઢેરની સૂચનાથી તેમની ક્ષેત્રીય ટીમનાં રોયલ્ટી ઇસ્પેક્ટર રવિ કણસાગરા તથા માઇન્સ સુપરવાઇઝર મિતેશ ગોજિયા દ્વારા નીચી માંડલ તેમજ રાતાભેર વિસ્તારમાં ખનીજ ચોરીની ફરીયાદો અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન ડમ્પર નંબર GJ-36-T-8007 ને મોરમ અને GJ-36-V-3091 તથા GJ-36-V-2424 ને ફાયરક્લે ખનીજના ગેરકાયદેસર વહન બદલ પકડી ત્રણ ડમ્પરોને સીઝ કરી અંદાજે કુલ 90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની નિયમોનુસાર કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મૂકવામાં આવ્યા છે…