મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોય છે અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનોમાં મોટાભાગે નંબર પ્લેટ હોતી નથી, આવું લોકોમાં ચર્ચા છે. જેને લઈ હવે ખાણ ખનીજ વિભાગ એક્શનમાં આવ્યું છે. અને મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકની હદમાંથી ત્રણ ટ્રક અને માટી સહિત રું.૧ કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, કંડલા વાકાનેર નેશનલ હાઇવે પર દરરોજ હજારોની સંખ્યામાં ટ્રક માર્ટી અને અન્ય સિરામિક રો મટીરીયલની હેરાફેરી કરતા હોય છે. આવા ટ્રકની સાથે સાથે કેટલાય ટ્રક ચાલકો કોઈ પણ પ્રકારની મંજૂરી વીના આડેધડ ચાઈના કલે પ્રકારની માટીની ગેર કાયદેસર હેરાફેરી કરી મોરબીના ઉધોગોને ગેર કાયદેસર વેચતા હોય તેવી બાતમીના આધારે જિલ્લા ખાણ ખનીજ અઘિકારી.જે એસ વાઢેરની સૂચનાથી માઇન્સ સુપર વાઈજર જી.કે ચંદારાણા અને મિતેષ ગોજિયા તેમજ મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન જીજે-૧૨-ઝેડ-૭૦૭૨, જીજે-૧૨-એઝેડ-૭૨૮૪ અને જીજે-૧૨બીઝેડ-૫૯૬૯ નામના ટ્રકને રોકી તેમાં તપાસ કરવામાં આવતા ત્રણેય ટ્રકમાંથી ગેર કાયદેસર ચાઈના કલે મળી આવી હતી. જે ગેર કાયદેસર ચાઈના કલે મળી કુલ રૂ.૧ કરોડથી વધુનો મુદ્દામાલ ખાણખનીજ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. અને આરોપીઓને મોરબી તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યા છે.