મોરબી જિલ્લામાં ઠેર ઠેર ખનિજ ચોરી થતી હોવાની વાત જગ જાહેર છે. મોરબી જિલ્લામાં બેરોકટોક ખનિજ ચોરી ચાલી રહી છે. પરંતુ મોરબી ખનિજ વિભાગ ખનિજ ચોરી પકડવાને બદલે માત્ર ખનિજ વહન કરતા વાહનોને પકડીને સંતોષ માની છે જેને કારણે ખાણ ખનિજ વિભાગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં આજ રોજ ફ્લાઈંગ સ્કોડ દ્વારા મોરબીના રાજપર ગામે દરોડો પાડવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
મોરબીના રાજપર ગામે ખાણખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા ફ્લાઈંગ સ્કોડ દ્વારા આ પાડવામાં આવ્યા હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. ત્યારે આ દરોડામાં અંદાજીત સાત જેટલા ડમ્પર સહિત હિટાચી મશીન પણ પકડી પાડવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી રાજપર ગામે ખનીજ માફિયા દ્વારા ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની રાવ ઉઠવા પામી હતી. ત્યારે ખનીજ વિભાગની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.