ભૂસ્તરશાસ્ત્રી મોરબી જિલ્લાની કચેરીને તા.૦૩/૦૯/૨૦૨૪ ની રાત્રે ૧ વાગ્યે ફરિયાદ મળી હતી કે નાના જડેશ્વર વિસ્તાર ખાતે બિન અધિકૃત ખનન થઈ રહ્યું છે. જેને આધારે કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા ખાનગી વાહનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હાર્ડ મોરામ ખનીજનું બિનઅધિકૃત ખનન કરતું ટાટા હિટાચી કંપનીનું એક્સકેવેટર મશીન ઝડપી પાડ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ભૂસ્તરશાસ્ત્રી જિલ્લા કચેરીને તા. ૦૩/૦૯/૨૦૨૪ ના રોજ રાત્રે એક વાગ્યે ફરિયાદ મળી કે નાના જડેશ્વર વિસ્તાર ખાતે કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા ખાનગી વાહનમાં આકસ્મીક ચેકીંગ તપાસ હાથ ધરી હાર્ડ મોરામ ખનીજનું એકસવેટર મશીન EX-200CC ઝડપી પાડ્યું છે. જે બિન અધિકૃત ખાણકામ એક્સકેવેટર મશીન માલીક જાની નકુલભાઈ ભરતભાઈ રહે. નાના જડેશ્વર તા. ટંકારા દ્વારા કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જે જપ્ત કરેલ મશીન સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે. તેમજ ભૂસ્તશાસ્ત્રીની ટીમ દ્વારા ખોદકામ વાળા વિસ્તારની માપણી કરી ચોરી કરેલ ખનીજના જથ્થા તથા ક્યાં સંગ્રહ કરવામાં આવેલ છે ? તે બાબતે અને અન્ય સંડોવાયેલ ઈસમો વિરૂદ્ધ તપાસ હાથ ધરી ફોજદારી કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.