મોરબી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની ક્ષેત્રીય ટીમ દ્વારા આજરોજ હળવદ તાલુકાના સાપકડા ખાતે આકસ્મિક રેઇડ કરવામાં આવી હતી.જે રેઇડ દરમિયાન ટીમે સેની કંપનીના એક્સકેવેટર મશીન હાર્ડ મોરમ ખનીજના ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ સ્થળેથી સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મોરબી ભુસ્તરશાત્રી જે. એસ. વાઢેર દ્વારા જિલ્લામાં મળતી વિવિધ ખનીજચોરી બાબતની ફરિયાદની અરજીને લઇને આકસ્મિક તપાસ(રેડ) કરવા અંગેની સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અંતર્ગત કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા આજરોજ તા. ૨૬/૧૨/૨૦૨૪ હળવદ તાલુકા પાસે સાપકડા ખાતે આકસ્મિક રેઇડ કરવામાં આવી હતી. જેમાં એક સેની કંપનીના એક્સકેવેટર મશીન મોડેલ SY210c9 નંબર 21SE21A0113011 યુવરાજ રણજીતસિંહ રહે. હળવદ તાલુકાના મેરુપરને હાર્ડ મોરમ ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ સ્થળેથી પકડી સીઝ કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂકી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.