Thursday, March 28, 2024
HomeNewsTankaraબાઈક સ્લીપ થતા ઘાયલ થયેલ મોરબીના સગીરનું સારવાર દરમિયાન મોત નીપજયું 

બાઈક સ્લીપ થતા ઘાયલ થયેલ મોરબીના સગીરનું સારવાર દરમિયાન મોત નીપજયું 

મોરબી શહેરના વિશિપરામાં રહેતો સગીર થોડા દિવસો પહેલા ટંકારાના સજ્જનપુર-ધૂનડા રોડ પર બાઇક સ્લીપ થતા ઘાયલ થયો હતો. જેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવની ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી શહેરના વિશિપરા સ્થિત કુલીનગર 1માં રહેતા ઈરફાન હારુનભાઈ લધડ નામનો ૧૭ વર્ષીય સગીર થોડા દિવસો પહેલા સજનપર- ઘુનડા રોડ પર બાઇક પર પસાર થતા સમયે બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાને કારણે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થતાં ટંકારા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!