Friday, January 10, 2025
HomeGujaratમોરબી મીરર ઇફેક્ટ: કપાતર સિરામિક યુનિટ ના ભાગીદાર વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસે...

મોરબી મીરર ઇફેક્ટ: કપાતર સિરામિક યુનિટ ના ભાગીદાર વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસે કડક હાથે કામ લીધું:આરોપીના ફોન હજુ ચાલુ:તાલુકા પોલીસ સત્વરે પકડે એ જરૂરી:જીલ્લા પોલીસ વડા એ કર્યા કડક આદેશ

મોરબીમાં સિરામિક યુનિટમાં કામ કરતા યુવકને ફેકટરી ના માલિક દ્વારા માર મારી હત્યા કરવાના પ્રયાસનો વધુ એક બનાવ સામે આવતા હડકંપ મચી જવા પામ્યો હતો.દસ દિવસ પહેલાના આ બનાવમાં ફરિયાદીએ પોલીસને પુરાવા આપવા છતાં મોરબી તાલુકા પોલીસે ફક્ત અરજી નોંધી સંતોષ માની લીધો હતો.ત્યારે બનાવ અંગે મોરબી મીરર દ્વારા સીસીટીવી ફૂટેજ અને ફરિયાદીના નિવેદન સાથે અહેવાલ પ્રસારિત થયો હતો જેની અસર થતાં મોરબી તાલુકા પોલીસે બનાવનાં દસ દિવસ બાદ ફરિયાદ નોંધવાની ફરજ છે.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ લેમસ્ટોન સિરામિકમાં નોકરી કરતા જયદીપ સેરશિયાને લેમસ્ટોન સિરામિક યુનિટના ભાગીદાર કાર્તિક મેઘપરા દ્વારા ખોટું જી.એસ.ટી. બીલ બનાવવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ આ ગેરકાયદેસર કૃત્ય કરવાની યુવક જયદીપ સેરશિયાને ના પાડતા સિરામિક યુનિટના માલિક ઉશ્કેરાઈ ગયા હતા. અને તેણે યુવકને ઓફિસમાં બેફામ માર માર્યો હતો. આટલું જ નહિ સિરામિક યુનિટથી ઘરે જતી વખતે યુવક પર ઇનોવા કાર ત્રણ ત્રણ વખત રિવર્સ લઈ અને ચડાવી હત્યા કરી દેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બનાવને પગલે મૂળ રાજકોટમાં રહેતા લેમસ્ટોન સિરામિકના ભાગીદાર કાર્તિક મેઘપરા વિરૂદ્ધ ગત તા.5 ઓગસ્ટના રોજ બનાવ બનતા હત્યાના ઇરાદાથી કાર ચડાવી દેવાના પ્રયાસના સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ ફરિયાદ કરવા જતાં પોલીસે ફ્કત અરજી લઈ સંતોષ માન્યો હતો. ત્યારે યુવક દ્વારા પોલીસમાં જાણ અરજી કરતા માલિકે ફરી યુવકને ફોન કરી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે જાણ હોવા છતાં મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધ્યો ન હતો. જે અંગે અહેવાલ પ્રસારિત થતાં મોરબી તાલુકા પોલીસે બનાવના દસ દિવસ બાદ ફરિયાદ નોંધી છે. જેમાં મોરબી તાલુકા પોલીસે આરોપી કાર્તિક મેઘપરા વિરૂદ્ધ BNS કલમ 115(2),109,352,351(2),351(4),324(4), મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સામાન્ય બાબતમાં ફેકટરીમાં કામ કરતા યુવક ને કાર વડે કચડવાનો પ્રયાસ કરી ઉગ્રતા દાખવનાર આરોપીની ઝડપથી ધરપકડ થવી જરૂરી છે અને આ મામલે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા પણ કડક આદેશ આપવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!