મોરબી રાજકોટ હાઇવે પર ગતરાત્રીના બાઈક સવાર યુવક યુવતી દ્વારા સ્ટંટ કરવામાં આવતા હોવાનો વિડિયો અને અહેવાલ મોરબી મીરર પર પ્રસિદ્ધ થયો હતો .તેમજ આ પ્રકારે પોતાના અને અન્યના જીવ જોખમમાં મૂકી અન્ય લોકોની નજર ઝુકી જાય તે રીતે જાહેરમાં રોમાન્સ કરતા તત્વો સામે કડક કાર્યવાહી થાય અને આવા તત્વોમાં એક કડક સંદેશ પહોંચે તે હેતુથી મોરબી મીરર દ્વારા આ અહેવાલ અને વિડિયો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.જેમાં એક ને ગોળ એકને ખોળ ની જેમ યુવક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ આ ગુન્હામાં યુવતી પણ એટલી જ જવાબદાર છે છતાં પણ યુવતીની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.
મોરબી મીરર પર પ્રસિદ્ધ થયેલ અહેવાલ તેમજ વીડિયોમાં થયેલ સ્ટંટ કરતબો અને ટ્રાફિક નિયમો ના ભંગ ની બાબતને અતિ ગંભીરતાથી લઇને મોરબી જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરીને બાઈક ચાલક યુવક યુવતી પૈકી યુવક બળવંત ગોવિંદભાઈ ચાવડા (રહે.નવયુગ સ્કૂલ પાસે,નકળંગ સોસાયટી, શેરી નં.૧કન્યા છાત્રાલય રોડ મોરબી) ને ઝડપી પાડ્યો છે.તેમજ ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ GJ 36 AH 1428 નંબરના મોટરસાઇકલ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ નુ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે આ ચાલુ બાઈક પર ટ્રાફિક નિયમો અને શરમ ને નેવે મૂકી રોમાન્સ કરવામાં યુવતી પણ જવાબદાર હતી અને તેના વિરૂદ્ધ પણ જી.પી. એક્ટ ૧૧૦ અને ૧૧૭ મુજબ કાર્યવાહી થઈ શકે છે તો યુવતી વિરૂદ્ધ પોલીસે શા માટે કાર્યવાહી નથી કરી?યુવક પકડાઈ ગયો તો યુવતી વિરૂદ્ધ કાર્યવાહી થશે કે નહીં તે એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.