મોરબીમાં તંત્ર દ્વારા અનેક વખત સૂચનાઓ આપવા છતાં મહાકાય હોર્દિંગ એજન્સી ઓ પોતાની મનમાની ચલાવીને બોર્ડ કાઢ્યા ન હતા ત્યારે મોરબી મીરર દ્વારા લોકો ના જીવ ના જોખમ સમાન આવા બોર્ડ ને લઈને અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
જે અહેવાલ ને મોરબી ના જિલ્લા વહીવટી તંત્ર એ ધ્યાને લઇને તાત્કાલિક આવા હોરડિંગ ધરાવતી એજન્સી ઓ ને નોટિસ આપવામાં આવી હતી અને સ્ટકચર સહિત આખા હોર્ડિંગ ઉતારી લેવા માટે સાંજે પાંચ વાગ્યા સુધી નો સમય આપવામાં આવ્યો છે જો એજન્સી ઓ બોર્ડ નહિ ઉતારે તો તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવશે અને જે તે કંપની ના માલિક વિરૂદ્ધ આઈપીસી અને નેશનલ ડિઝાસ્ટર એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવશે તેવું મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.સી.પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.