ફાયર એક્ઝિકયુશનની બોટલ રિફિલ કરાય છે કે પછી માત્ર તારીખોનું સ્ટીકર બદલી દેવાય છે ?ફાયર સાધનોના ભરોસે બેઠેલા લોકોના જીવ જાય તે પહેલા તપાસ જરૂરી
હાલમાં ફાયર સેફ્ટી માં બેદરકારી બદલ ઠેર ઠેર કાર્યવાહી થઈ રહી છે અને તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે જે કાર્ય ખરેખર પ્રશંસનીય છે પરંતુ આવું કામગીરી અને ચેકીંગ મોરબી સિવિલ હોસ્પિટલમાં કેમ નથી થતું?સાધનો કામ કરે છે કે નહિ તે કોણ ચેક કરશે?સૌથી વધુ લોકો તો સિવિલ હોસ્પિટલમાં અવર જવર કરે છે તો અહીંયા પણ ચેકીંગ કરવું જરૂરી છે.
હાલમાં ઠેર ઠેર ફાયર સાધનોની ચકાસણી થઈ રહી છે ત્યારે મોરબી મીરર ની ટીમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ચકાસણી માટે પહોંચી હતી જ્યાં ફાયર સેફ્ટી સિસ્ટમ નું ફિટિંગ હતું અને અનેક જગ્યાએ ફાયર એક્ઝિક્યુશન ની બોટલો પણ જોવા મળી હતી જેમાંથી અમુક બોટલ ચેક કરતા તેની અંતિમ તારીખ ૨૯-૧૨-૨૦૨૪ દર્શાવાઈ હતી પરંતુ આવી બોટલ માં એક મીટર લાગેલ હોય છે જે મીટર માં કાંટો રેડ ઝોન માં હોય એટલે તેમાં જરૂરી ગેસ રિફિલ નો અભાવ છે એટલે આવી બોટલ ઉપયોગ લાયક નથી.આગ લાગે ત્યારે આવી બોટલમાંથી પાવડર ફેંકવા માટે જરૂરી પ્રેશર નીકળતું નથી ત્યારે આ પ્રકારની બોટલ મોરબી સિવિલ હોસ્પિટલમાં જોવા મળી હતી ત્યારે અન્ય એક બોટલમાં તો ટ્રિગર અને નોઝલ જ જોવા મળી ન હતી! ત્યારે સવાલ એ ઊભો થાય કે નો ઝલ અને ટ્રિગર વગર ની આ બોટલ.નો ઉપયોગ કઈ રીતે કરવો તેનો જવાબ મોરબી સિવિલ. હોસ્પિટલ ના સુપ્રિંન્ટન્ડન્ટ પાસેથી તંત્રએ લેવો જોઈએ અને તેઓને પણ નોટિસ ફટકારવી જોઈએ.