Friday, November 29, 2024
HomeGujaratમોરબી : ભક્તિનગર સર્કલથી નટરાજ ફાટક સુધીના રોડનું ૩ કરોડના ખર્ચે રી-સર્ફેસિંગ...

મોરબી : ભક્તિનગર સર્કલથી નટરાજ ફાટક સુધીના રોડનું ૩ કરોડના ખર્ચે રી-સર્ફેસિંગ કામ મંજુર કરાવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી શહેરમાં ભક્તિનગર સર્કલથી ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેશન, ગાંધીચોક, નગર દરવાજા થઈને વી.સી. હાઇસ્કૂલથી નટરાજ ફાટકનો જે બિસ્માર રસ્તો છે તે ડામર પટ્ટીથી રી-સર્ફેસિંગ કરવા રૂ. ૩ કરોડનો જોબ નંબર મેળવ્યો છે તે અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા ઝડપભેર હાથ ધરાવી એજન્સી મુકરર કરીને વર્ક ઓર્ડર આપી દેવાયો છે. મોરબી શહેરનો ખૂબ મહત્વનો એવો આ રસ્તો ચોમાસા દરમિયાન વચ્ચે ઉઘાડ નીકળશે ત્યારે કામ ચાલુ કરી દેવા ધારાસભ્યએ માર્ગ – મકાન વિભાગના સ્થાનિક ઈજનેરોને સૂચના આપી છે. વધુમાં ગાંધી ચોક પાસે સરકારી હોસ્પિટલ સામે જે સર્કલ આવેલું છે ત્યાં નગરપાલિકા અને માર્ગ – મકાન વિભાગ દ્વારા સિમેન્ટ – કોંક્રીટથી આ જંકશનનું કામ થાય તેવું આયોજન પણ હાથ ધરાય રહ્યું છે. આમ, મોરબી શહેરનો અતિ મહત્વનો એવો ભક્તિનગર સર્કલથી છેક મહારાણા પ્રતાપ સર્કલ સુધીનો ૪.૫ કી.મી.નો રસ્તો પુનઃ ડામર સપાટીથી રૂ. ૩ કરોડના ખર્ચે રી-સરફેસિંગ થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!