Saturday, January 11, 2025
HomeGujaratદેવી-દેવતા અને પિતાના આશીર્વાદ લઇ રાજયમંત્રીનો પદભાર સંભાળતા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા

દેવી-દેવતા અને પિતાના આશીર્વાદ લઇ રાજયમંત્રીનો પદભાર સંભાળતા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા

મોરબી પંથકના લોકોની સુવિધા માટે સતત પ્રયત્નશીલ રહેતા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આજે સ્વર્ણિમ સંકુલ-2 ખાતે રાજ્યક્ષાના શ્રમ, રોજગાર,પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તરીકે કાર્યભાળ સંભાળ્યો હતો. આ પ્રસંગે તેઓએ દેવી-દેવતાઓ અને પૂજ્ય પિતાના આશીર્વાદ લીધા હતા.

- Advertisement -
- Advertisement -

બ્રિજેશ મેરજાએ આ અવસરે જણાવ્યું હતું કે ભાજપ અગ્રણીઓ દ્વારા મારા પર વિશ્વાસ રાખી જે જવાબદારી સોંપવામાં આવી છે તેમાં યશસ્વી કામગીરી કરી હું ગુજરાતની જનતાની સેવા માટે હર હંમેશ માટે તત્પર રહી અને બનતા તમામ પ્રયાસો કરીશ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા રાજ્યકક્ષા મંત્રી તરીકે મારી પસંદગી કરવા બદલ હુ પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી અને ભાજપા ગુજરાત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવજનો આભાર વ્યક્ત કરું છુ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!