કાનાભાઈ જાગેલા જ છે…કાંતિભાઈ એ આપી પ્રતિક્રિયા : મોરબીમાં આગામી સમયમાં સમસ્યાઓનું નિરાકરણની વીડિયો જાહેર કરી આપી ખાતરી : અધિકારીઓએ શું આપી પ્રતિક્રિયા
મોરબીમાં જાગો કાના ભાઈ જાગો…વાયરલ પોસ્ટ નો કાંતિ અમૃતિયાએ આપ્યો વીડિયો જાહેર કરી ખુલાસો : મોરબીમાં આગમી બે માસમાં અનેક નવા કામો થશે : લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા મોરબી ચીફ ઓફિસર અને વહીવટદાર પણ દ્વારા પણ વીડિયો જાહેર કરી મોરબીવાસીઓને અપાઈ ખાતરી
મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ઠેર ઠેર કાદવ કીચડ છે ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર છે તો ગટર ઉભરાય છે જેના લીધે મોરબી વાસીઓએ સાયબર એટેક કરી ધારાસભ્ય કાંતિ અમૃતિયને સંબોધીને પોસ્ટ વાયરલ કરી હતી અને સમસ્યાઓનું સત્વરે નિરાકરણ કરવા માંગ કરી હતી ત્યારે
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા અધિકારીઓ સાથે મળી અને મોરબી ની પ્રજાને વીડિયો જાહેર કરી સંદેશો પાઠવી ખુલાસો આપ્યો છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે હમણાં હું જોઉં છું કે ‘જાગો કાનાભાઈ જાગો’ કાનાભાઈ ગુરુવારે મોરબી આવે છે અને સોમવારે ગાંધીનગર જાય છે અહીંની જે યોજના કામ હોય એ મંજૂર કરવા માટે કાનાભાઈ રાતે બાર વાગે આંટા મારે છે પણ અમુકના પેટમાં તેલ રેડાય છે અત્યારે અમારી નગરપાલિકાએ નાના મોટા કામ કરવાના છે ખાડા બુરવાના,લાઈટના ભૂગર્ભ ગટર ના ને નાણાં પણ આખું પ્લાનિંગ લગભગ દસ માં મહિનામાં મોરબીમાં લગભગ ન ભૂતો ન ભવિષ્યતિ એવા કામ ચાલુ થશે ખાત મુહર્ત નથી કરવા દેખાવ નથી કરવા પણ એનું કામ હાલે છે સરકાર માંથી લઇ આવી કેન્દ્ર સરકાર માંથી લઈ આવી આખું પ્લાનિંગ કરી એ કામ કરી પણ અત્યારે જે કામ કરી મને દુઃખ એ થાય કે કે મારા મતદારોને એ સંદેશો મોકલવો છે કે તમે રાતે ધ્યાન રાખજો ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ ત્રીસ લાખનો બંધ કર્યો,કચરા નો કોન્ટ્રાક્ટ બંધ કર્યો અને અમે જાતે કામ કરાવી વીસ ટકા માં કામ કરાવી છીએ તો એ બધા ને અમુકના પેટમાં તેલ રેડાય છે કુંડીઓ ઉચી કરી કોથળા ગોદડા નાખી દઈ ભૂગર્ભ ગટર બંધ કરે છે કેમ નગરપાલીકા બદનામ થાય કેમ કાનાભાઈ બદનામ થાય તેને ખબર નથી તમારા જેવા પાંચ દસ રતન દુઃખીયના હિસાબે કાંતિભાઈ અમૃતિયા બદનામ નહિ થાય કાંતિભાઈ અમૃતિયા પાસે તાકાત છે કામ કરવાની અને રીઝલ્ટ લાવવાની અને હું આ નગરપાલિકામાં દર અઠવાડિયે બે દિ બેસું છું અને સરકાર માંથી પૈસા લાવી જે કામ થશે સારા થાશે અત્યારે તમે જુઓ છ મહિનામાં વાડી વિસ્તારમાં 19 કરોડ ની ભૂગર્ભ ગટર નું કામ હાલે છે, દસ કરોડનું પાણીનું કામ હાલે છે,હમણાં જ બે સ્મશાન ના કામ ચાલુ કર્યા સીતેર લાખનું કામ એ સંસ્થા દ્વારા કરીએ છીએ અવની રોડે એ પણ હમણાં ગટરનું કામ ચાલુ કરી અત્યારે જે બીજા આયોજન છે સિમેન્ટ રોડ કરવાના, ગટરનું કામ,બગીચાના કામ એ લગભગ હું પહેલા ય કહેતો અત્યારે નગરપાલિકાની પોઝિશન ધીમે ધીમે સુધરતી આવે છે અત્યારે માનો કે લાઈટ રિપેર કરવી હોય તો લાઈટ રિપેર અમે આઇટીઆઇ દ્વારા કરવી છીએ અમારી પોઝિશન જે અત્યારે ધીમે ધીમે સુધારી જે ઘરનો વહીવટ કેવી રીતે સારો થાય એ અમે જોઇએ છીએ. આ વીડિયો વાયરલ કરી સાથે સાથે મોરબી નગરપાલીકા વહીવટ દાર એન.સી.મૂછાર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા પણ મોરબીનાં પ્રશ્નો મામલે વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો જેમા તેઓએ જણાવ્યું હતું કે મોરબીમાં રોડ રસ્તાના પ્રશ્નો દર ચોમાસામાં આવે છે જેને મોરબી નગર પાલિકા દ્વારા સમારકામ કરવામાં આવે જ છે ત્યારે મોરબીનાં અન્ય પ્રશ્નો પણ આગામી સમયમાં પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યઅને પાલિકાના વહીવટદાંર દ્વારા પણ ધીમે ધીમે હાથ નિકાલ કરવામાં આવનાર છે.