Wednesday, January 1, 2025
HomeGujaratમોરબી:ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના વીમાનો ચેક લાભાર્થીને સોંપતા ધારાસભ્યો

મોરબી:ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના વીમાનો ચેક લાભાર્થીને સોંપતા ધારાસભ્યો

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે સામાન્ય લોકો માટે હેલ્થ પ્લસ અને એક્સપ્રેસ હેલ્થ પ્લાન પણ ઉપલબ્ધ કરાવ્યા છે. આમાં સૌથી મોટો ફાયદો એ છે કે, જો વીમાધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો તેના પરિવારના સભ્યોને વિવિધ શ્રેણીઓમાં વીમાની રકમ તરીકે 5, 10 અને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. ત્યારે આવા જ એક વીમા ધારકનું મોરબીમાં મોત નિપજતા તેના વિમાનો ચેક તેના પરિવારજનોને ધારાસભ્ય દ્વારા સુપ્રત કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

ભારતીય ટપાલ વિભાગ હેઠળ ચાલતી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા વિવિધ વીમા કંપનીઓ સાથે અકસ્માત વીમાનું કવચ ગ્રામ્ય લેવલ સુધીના અંત્યોદય ગ્રાહકોને પ્રદાન કરવા માટે ખાસ કરારો થયેલા છે. આ યોજના અંતર્ગત એકદમ નજીવા દરોએ જેમ કે રૂ.૩૨૦ , રૂ.૫૫૯ , રૂ૭૯૯ માં અનુક્રમે રૂપિયા ૫ લાખ, ૧૦ લાખ અને ૧૫ લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે. આ યોજનાનો લાભ રમેશભાઈ ભાલુભાઈ ટોયટા (રહે. કારીય સોસાયટી વાવડી રોડ , મોરબી)એ મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતેથી માત્ર રૂ.૫૫૯ ના નજીવા પ્રીમીયમમાં રૂ.૧૦ લાખનો વીમો તારીખ ૨૨.૦૮.૨૦૨૩ના રોજ ઉતરાવેલ હતો. અને તેના માત્ર ચાર મહિનાના ટુકાગાળામાં તારીખ.૨૮.૧૨.૨૦૨૩ ના રોજ રમેશભાઈ ટોયટા પોતાના બાઈકમાં સરવડ પાટીયા પાસે જતા હતા. ત્યારે રોંગ સાઈડમાંથી આવતા ટ્રક સાથે સામેથી બાઈક અથડાતા તેમનું ઘટનાસ્થળે જ દુખ:દ અવસાન થયું હતું. જેને લઇ આજ રોજ તેમને રકમની સ્મૃતિ પેટે ચેક માળિયા- મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે ચેક આપવા માટે કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રજોગ સંદેશ આપતા ધારાસભ્યએ મોરબી શહેરની જાહેર જનતાને બહોળી સંખ્યામાં આ યોજનાનો લાભ લેવા અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!