મોરબીના બાદનપર ગામે રાષ્ટ્રીય પક્ષી મોરને ફોરેસ્ટર દ્વારા બચાવવામાં આવ્યું
મોરબીના આમરણ નજીક આવેલા બાદનપર ગામે આજે સવારે 8.30.કલાકે બાદનપર ગામના તળાવના કાંઠે મોર કબૂતર જ્યારે ચણ ચણતાં હતા એ દરમ્યાન અચાનક શ્વાને શિકાર માટે હુમલો કરતા અન્ય પક્ષી ઉડી ગયા પણ મોર ને ઇજા પોહચતા તળાવમાં પડી ગયો હતો જેનો છે તેવો ફોન ગામના લોકોએ કરતા તરતજ ઘટના સ્થળે પહોંચી ને ફોરેસ્ટર નિલેશ કંઝારીયા ને કરતા તેઓએ તળાવમાં જઈને જીવના જોખમે મોરને બચાવ્યો હતો ઉલ્લેખનીય છે કે મોરની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે ત્યારે મોરની જાળવણી કરવી એ પણ જરૂરી છે ત્યારે નિલેશભાઈએ મોરને બચાવી ને એક માનવતા ભર્યું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે