Saturday, October 12, 2024
HomeGujaratમોરબી : ફિલ્મી ઢબે પીછો કરી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી કાર પકડી...

મોરબી : ફિલ્મી ઢબે પીછો કરી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી કાર પકડી પાડતી મોરબી એલસીબી

નવલખી રોડ લુટાવદર ગામનાં પાટીયા નજીકથી ફિલ્મી ઢબે પીછો કરી ઈંગ્લીશ દારૂની ૪૨૦ બોટલો ભરેલી કાર ઝડપી પાડતી મોરબી એલસીબી : દારૂની બોટલો તથા કાર મળી ૩,૫૭,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે : અંધારા તથા બાવળની ઝાડીનો લાભ લઈ કારમાં સવાર બે નાશી છુટ્યા

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના તથા એલસીબી પીઆઈ વી. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન. બી. ડાભી સહિતની એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન એક ફોર્ડ ફીયાસ્ટા કાર નં. જીજે-૧૦-એફ-૯૭૨૮ માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી માળીયા તરફથી પીપળીયા ચાર રસ્તા તરફ આવનાર હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે પીપળીયા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હોય દરમ્યાન બાતમી વાળી કાર આવતા તેને રોકવા ખાનગી વાહનની આડસ કરી કાર રોકવા ઈશારો કરતાં કાર ચાલકે હાઈવે રોડ પર ટ્રાફિકનો લાભ લઈ કાર રોકી ન હોય જે કારનો પીછો કરતા કાર ચાલકે કાર રોકી ન હતી અને કારનો પીછો કરતાં કાર લુટાવદર ગામના પાટીયા સાઈડમાં યુ ટર્ન મારવા જતાં કાર માટીમાં ફસાઇ જતાં કારનો ચાલક તથા કારમાં સવાર અન્ય એક ઈસમ અંધારા તેમજ બાવળની ઝાડીનો લાભ લઈ નાશી છુટ્યા હતાં. પોલીસે કારમાંથી ઈંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નંબર ૦૧ સુપીરીયર વ્હિસ્કીની બોટલો નંગ-૪૨૦ કિં.રૂ.૧,૫૭,૫૦૦/- તથા કાર કિં.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૫૭,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક તથા સાથેના ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, દિલીપભાઇ ચૌધરી, નીરવભાઇ મકવાણા, વિક્રમસિંહ બોરાણા સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મિયાત્રા, રણવીરસિંહ ઝાલા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!