મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ઇ-ગુજકોપ મોબાઇલ પોકેટએપ-સર્ચ એપ્લીકેશનની મદદથી શંકાસ્પદ CNG રીક્ષા ઝડપી પાડવામાં આવી હતી. તેમજ રિક્ષાચાલકની અટકાયત કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૭ના રોજ મોરબી એસ.ઓ.જી. ટીમ બ્રાન્ચને લગતી કામગીરી સબબ વાહન ચેકિંગમાં હતા. આ દરમ્યાન ટીમને ઇ-ગુજકોપ મોબાઇલ પોકેટકોપ માધ્યમથી CNG રીક્ષા નંબર જીજે-૨૭-વાય-૭૨૧૬ ચેક કરતા રીક્ષાના ચેસીસ નંબર તથા એન્જીન નંબર પરથી તેના સાચા રજીસ્ટ્રેશન નં. જીજે-૨૭-ટીએ-૨૮૭૭ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી, આ રીક્ષાચાલક વલીમામદ સલમાન માલાણી (ઉ.વ. 39, ધંધો રીક્ષા ડ્રાઈવીંગ, રહે. કાંતીનગર, ચંગાલશાપીરની દરગાહ પાસે, મોરબી)એ ચોરી અને છળકપટપુર્વક રીક્ષા મેળવી હોવાનું સાબિત થયું હતું. આથી, એસ.ઓ.જી. ટીમે રીક્ષા કબ્જે કરી ચાલકને પકડી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપીને ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.