Friday, October 18, 2024
HomeGujaratમોરબી:બાવન ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજીત ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં ૨૬૦થી...

મોરબી:બાવન ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજીત ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં ૨૬૦થી વધુ લોકોએ લાભ લીધો

બાવન ગામ કડવા પાટીદાર સમાજ મોરબી દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયુષ હોસ્પીટલના શ્રેષ્ઠ ડોકટરો દ્વારા એકસરે, ECG, બ્લડ પ્રેશર (B.P) ની તપાસ, R.B.S. ડાયાબિટીસની તપાસ, હદયના ધબકારા (PULSE) અને તમામ પ્રકારના વાયરલ રોગો વિશે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં 260 થી વધુ લોકોએ લાભ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

અમરેલી વિસ્તાર બાવન ગામ કડવા પાટિદાર સમાજ મોરબી દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી 52 ગામોના કડવા પાટીદાર સમાજના લોકોએ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં ભાગ લીધો હતો. જે કેમ્પ મોરબીના ધુનડા રોડ, નવજીવન સ્કૂલની આગળ, સરદાર ટાવરની બાજુમાં જય દ્વારકાધીશ પાર્ટી પ્લોટ ખાતે તા. ૧૬/૧૦/૨૦૨૪ ને બુધવારના રોજ આયોજન કરાયું હતું.

જેમાં એકસરે, ECG, બ્લડ પ્રેશરની તપાસ, R.B.S. ડાયાબિટીસની તપાસ, હદયના ધબકારા (PULSE) તેમજ તમામ પ્રકારના વાયરલ રોગોને લઇને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મહોત્સવમાં આયુષ હોસ્પિટલ મોરબીની મેડિકલ ટીમે દરેકનું હેલ્થ ચેકઅપ કરી યોગ્ય સલાહ આપી હતી.જે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનો 260 થી વધુ લોકોએ લાભ લીધો હતો. તેમજ કેમ્પમાં દર્દીને વધુ જરૂરિયાત જણાતા આયુષ હોસ્પિટલમાં સુપર સ્પેશ્યલીસ્ટ ડોકટર પાસેથી ફ્રી માં કન્સસ્ટેશન કરી આપવામાં આવ્યું હતુ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!