Sunday, August 10, 2025
HomeGujaratમોરબી: માળીયા ફાટક નજીક ટ્રક હડફેટે મોટર સાયકલ ચાલકનું મોત

મોરબી: માળીયા ફાટક નજીક ટ્રક હડફેટે મોટર સાયકલ ચાલકનું મોત

મોરબી-બકનેર નેશનલ હાઇવે માળીયા ફાટક નજીક માર્ગ અકસ્માતની ઘટનાના ટ્રક ટ્રેલરના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં ચલાવી મોટર સાયકલને હડફેટે લેતા, મોટર સાયકલ ચાલક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી યુવકનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હયું, અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ, મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળીયા ફાટક વાળો પુલ ઉતરતા શિવ કોમ્પલેક્ષ સામે નેશનલ હાઇવે ઉપર ટ્રક અને મોટર સાયકલ વચ્ચેના અકસ્માતની ઘટનામાં મોટર સાયકલ ચાલક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, જે બનાવ અંગે મૃતકના ભાઈ રજતભાઈ શ્યામસિંહ યાદવ ઉવ.૨૬ રહે. મોડી ગામ પો.સ્ટ ભરથના જીલ્લા ઈટાવા (ઉતરપ્રદેશ) વાળાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ટાટા ટ્રક રજી. નંબર આરજે-૧૯-જીડી-૭૬૪૮ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા.૧૫/૦૭ના રોજ ટ્રક ટ્રઈલરના ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આ ફરીયાદીના ભાઈના મો.સા. રજી. નં. જીજે-૩૬-એજી-૩૨૩૦ને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ફરિયાદીના ભાઈ ઈશુભાઈ શ્યામસિંહને શરીરે ગંભીર ઈજા પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ ટાટા ટ્રક ટ્રઈલરનો ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો. હાલ બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!