Friday, January 10, 2025
HomeGujaratમોરબી નગરપાલિકાના ક્લાર્કે વારંવારની બદલીને કારણે આપ્યુ રાજીનામું

મોરબી નગરપાલિકાના ક્લાર્કે વારંવારની બદલીને કારણે આપ્યુ રાજીનામું

મોરબી નગરપાલિકામાં ફરજ બજાવતા ક્લાર્કની વારંવાર બદલી કરતા અને માનસિક ત્રાસ આપવાના કારણે આજરોજ કંટાળી રાજીનામું ધરી દીધું છે. અને રાજીનામું મંજૂર કરવા રજૂઆત કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી નગરપાલિકાના ક્લાર્ક સોલંકી જગદીશભાઈ કારાભાઈએ ચીફ ઓફિસરને ઉદેશીને લેખિતમાં રાજીનામું ઘરી દીધું છે. રાજીનામું પાલિકા કચેરીમાં ઇનવર્ડ કરાવવામાં આવ્યું છે. જગદીશભાઈ સોલંકી આશરે ૩૩ વર્ષથીમોરબી નગરપાલિકામાં ફરજ બજાવે છે પરંતુ તેમને માનસિક ત્રાસ આવી અવારનવાર બદલી કરી પરેશાન કરવામાં આવતા હોય તેમજ તબિયત નાજુક રહેતી હોવાના કારણે રાજીનામું આપી મંજૂર કરવા રજૂઆત કરાઈ છે. પરંતુ મુખ્ય કારણ વારંવાર થતી બદલીથી કંટાળી રાજીનામું ધરી દીધાનું નગરપાલિકામાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જગદીશભાઈ સોલંકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા સાત વર્ષમાં ૧૦મી વખત તેમની બદલી કરવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૧૭ માં હેડ ક્લાર્કની સુચના, વર્ષ ૨૦૧૮ માં લગ્ન નોંધણી વિભાગમાં, તેમજ વર્ષ ૨૦૧૮ માં એકાઉન્ટ વિભાગ, વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી શોપ વિભાગ, વર્ષ ૨૦૨૦-૨૧ માં જન્મમરણ રજીસ્ટાર, વર્ષ ૨૦૨૧માં વાંચનાલય ૧, વર્ષ ૨૦૨૨ માં સેનીટેશન SI અને વર્ષ ૨૦૨૨-૨૩ માં વાંચનાલય ૧ અને વર્ષ ૨૦૨૩ ના ઓક્ટોબરથી સેનિટેશન વિભાગમાં તેમની બદલી કરાઈ છે. તેથી વારંવારની બદલીથી તેઓ પરેશાન થયા હોવાનું અને સાથે જ તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી રાજીનામું આપ્યાનું જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!