Sunday, January 5, 2025
HomeGujaratમોરબી મહાનગરપાલિકાના કમીશ્નરએ ચાર્જ સંભાળ્યો:ધારાસભ્ય અને ભાજપ આગેવાનોએ સ્વાગત કર્યું

મોરબી મહાનગરપાલિકાના કમીશ્નરએ ચાર્જ સંભાળ્યો:ધારાસભ્ય અને ભાજપ આગેવાનોએ સ્વાગત કર્યું

મોરબીને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે અને આ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે સ્વપ્નિલ ખેરની નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજે સ્વપ્નિલ ખેર દ્વારા મોરબી મહાનગરપાલિકામાં કમિશનર તરીકેનો ચાર્જ સંભાળવામાં આવ્યો હતો અને નવા કમિશનરનું મોરબી ભાજપના આગેવાનો તેમજ ધારાસભ્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાના નવનીત કમિશનર સ્વપ્નિલ ખેર નું આજે મોરબી મહાનગરપાલિકા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે મોરબી મહાનગરપાલિકાના વહીવટદાર કે બી ઝવેરી તેમજ ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં મોરબી ભાજપના આગેવાનોને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા અને આ દરમિયાન નવનિયુક્ત કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ત્યારે તેઓ રાજકોટ થી મોરબી ચાર્જ લેવા માટે આવતા હતા ત્યારે મોરબીમાં પ્રવેશ સ્થાની સાથે જ તેઓને સ્વચ્છતા તેમજ પાર્કિંગને લઈને સમસ્યાઓ જોવા મળી હતી ત્યારે મહાનગરપાલિકાનું પ્રાથમિક કાર્ય સારા રોડ રસ્તા સ્વચ્છતા તેમજ પાર્કિંગ માટેનું હશે અને આ માટે દરેક લોકોનો પણ સાથ સહકારની જરૂર પડશે કેમકે મહાનગરપાલિકા બની ગઈ છે પરંતુ ત્વરિત બધો ફેરફાર થવો શક્ય ન હોય જેને કારણે ધીરે ધીરે આ તમામ જે વ્યવસ્થાઓ છે તે સારી કરવામાં આવશે અને લોકોને સારી સુવિધા મળે તે માટે કામ કરવામાં આવશે ત્યારે આજના દિવસે ચાર જ સંભાળતા ની સાથે જ તેમના દ્વારા મોરબી નગરપાલિકાની જે શાખાઓ હતી કઈ કઈ શાખાઓ છે કઈ પ્રકારે કામગીરી થઈ રહી છે તે અંગે વિગતો મેળવવામાં આવશે અને આગામી સમયમાં જે મહેકમ ફાડવામાં આવશે તે મુજબ ભરતીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે અને નગરપાલિકામાં જે સુવિધાઓ મળતી હતી તેનાથી સારી સુવિધા મહાનગરપાલિકામાં મળશે અને લોકોને ઝડપથી આ સુવિધાઓ મળે તે માટે કામ કરશું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!