મોરબી મહાનગર પાલિકાના પ્રાણી રંજાડ અંકુશ શાખા શહેરના વિવિધ વિસ્તારમાંથી સાત દિવસ દરમિયાન કુલ ૯૦ રખડતા ઢોર પકડી પાડવાની કામગીરી કરવામાં આવી છે. જે પશુઓને આજુબાજુની ગૌશાળા મૂકવામાં આવ્યા છે. તેમજ ૪૧,૦૦૦ જેટલો દંડ વસૂલ કરી ૧૦ જેટલા પશુ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા તા. ૦૬/૦૫/૨૦૨૫ થી ૧૨/૦૫/૨૦૨૫ દરમિયાન શહેરી વિસ્તારમાંથી કુલ ૯૦ રખડતા ઢોર પકડી પાડવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રી સમય દરમિયાન માધાપર, આસ્વાદ પાન, નટરાજ ફાટક સામા કાંઠે, વર્ધમાન નગર, રામકૃષ્ણ સોસાયટી, વેજીટેબલ રોડ, શુભ ટાવર પાસે, સરદરબાગની સામે, રવાપર રોડ, ચકીયા હનુમાન, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સર્કિટ હાઉસ, ગેંડા સર્કલ, વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, રામચોક, જુના બસ સ્ટેન્ડ, શનાળા મેઇન રોડ, નવા બસ સ્ટેન્ડ અંદર, લાતી પ્લોટ શેરી નં.૧, અયોધ્યાપુરી મેઇન રોડ, ગાંધી ચોક, સરદારબાગ, સોમનાથ સોસાયટી, શુભ ટાવર, પંચાસર રોડ, બાપા સીતારામ ચોક, રવાપર ચોકડી, કેપીટલ માર્કેટ સામે જેવા વિવિધ વિસ્તારમાંથી પશુ પકડી આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવ્યા છે. તેમજ પકડેલ પશુ પૈકી ૧૦ પશુ માલિક પાસેથી વહીવટી ચાર્જ પેટે રકમ રૂ.૪૧,૦૦૦/- નો દંડ વસુલ કરી પશુને છોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.