Wednesday, March 4, 2026
HomeGujaratમોરબી મનપાએ મુખ્યમંત્રી આવાસ યોજનાના ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ કર્યા

મોરબી મનપાએ મુખ્યમંત્રી આવાસ યોજનાના ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ કર્યા

નિયમભંગ કરનાર સામે કાર્યવાહી, નવી ફાળવણી પ્રક્રિયા હાથ ધરાશે.

- Advertisement -
- Advertisement -

મોરબીના લીલાપર રોડ પર સર્વે નં. ૧૧૧૬ ખાતે નિર્માણ થયેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) અંતર્ગત ૪૦૦માંથી ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ કરવામાં આવ્યા છે. નિયત સમયમર્યાદામાં સંપૂર્ણ રકમ ન ભરવી, આવાસનો કાયમી ઉપયોગ ન કરવો અથવા અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવાના કારણે સક્ષમ કક્ષાએથી કાર્યવાહી કરવામાં આવી છે. રદ્દ થયેલ આવાસોની યાદી જાહેર કરવામાં આવી છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળ લીલાપર રોડ ઉપર સર્વે નં. ૧૧૧૬ની જગ્યામાં નિર્મિત ૪૦૦ આવાસો માટે તા. ૩૦-૦૧-૨૦૧૭ના રોજ કોમ્પ્યુટર આધારિત ડ્રો યોજાયો હતો. ડ્રોમાં સફળ થયેલ ૪૦૦ લાભાર્થીઓમાંથી ૩૩૬ લાભાર્થીઓ યોજનાના નિયમો અને શરતો મુજબ નિયત થયેલ સંપૂર્ણ રકમ સમયસર ભરવામાં નિષ્ફળ રહ્યા હતા. તે ઉપરાંત કેટલાક લાભાર્થીઓએ સોંપાયેલ આવાસનો કાયમી ઉપયોગ કર્યો ન હોવા કે ફાળવેલ આવાસનો ઉપયોગ અન્ય આસામી દ્વારા કરવામાં આવતો હોવાના તથ્યો સામે આવતા સક્ષમ સત્તાધિકારીઓ દ્વારા ૩૩૬ આવાસ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે.

રદ્દ કરાયેલા આવાસોને પરત મેળવી મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી અરજીઓ મંગાવી પુનઃફાળવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રદ્દ કરાયેલા લાભાર્થીઓના મૂળ સરનામા અધૂરા હોવાથી વ્યક્તિગત ટપાલ મોકલવી શક્ય ન હોવાથી લીલાપર રોડ સ્થિત આવાસ યોજના સાઇટ ઉપર બિલ્ડિંગ મુજબ ફાળવેલ સરનામે યાદી ચોંટાડવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા કચેરીના નોટિસ બોર્ડ ઉપર પણ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તા. ૦૩-૦૩-૨૦૨૬ થી તા. ૧૩-૦૩-૨૦૨૬ દરમ્યાન કચેરી સમય દરમિયાન યાદી જોઈ શકાશે. શકાય છે. જે બાબતે લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP)ના સંબંધિત લાભાર્થીઓએ નોંધ લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!