Sunday, July 6, 2025
HomeGujaratમોરબી મહાનગર પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી

મોરબી મહાનગર પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મોરબી મહાનગર પાલિકા, કોર્પોરેશનના સ્ટાફ, ગુજરાત ગેસ લિમિટેડ મોરબી એરીયાના હેડ કમલેશ કંટારીયા તેમજ ગુજરાત ગેસ લિમિટેડના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મ્યુનિસપિલ કમિશનર સ્વપ્નીલ ખરેએ પ્રકૃતિનું રક્ષણ આપણા સર્વજનોની સામુહિક જવાબદારી છે. અને આવા કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ સાથે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબંધતા વ્યાપક બની છે. ત્યારે આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વૃક્ષોનું જતન થાય અને શહેર લીલુછમ બને તેવા પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે માનનીય કમિશનર સ્વપ્નિલ ખરે, કોર્પોરેશનના સ્ટાફ તેમજ ગુજરાત ગેસ લિમિટેડ મોરબી એરીયાના હેડ કમલેશ કંટારીયા તેમજ ગુજરાત ગેસ લિમિટેડના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો” અને વૃક્ષો એ પ્રકૃતિના ફેફસા છે. તેને સાર્થક કરવા આગામી દિવસોમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ૪૦૦૦ થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. તેમજ મોરબી ખાતે ૨૦૦ થી વધારે વૃક્ષો વાવવામાં આવશે. વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે માનનીય કમિશનરે જણાવ્યું હતું કે પ્રકૃતિનું રક્ષણ આપણા સર્વજનોની સામુહિક જવાબદારી છે. અને આવા કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ સાથે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબંધતા વ્યાપક બની શકે છે. અને આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વૃક્ષોનું જતન થાય અને શહેર લીલુછમ બને તેમજ શહેરમાં હરિયાળી ક્રાંતિના દર્શન થાય તે માટે તમામ શહેરીજનોનો સહયોગ મેળવી મહાનગર પાલિકા દ્વારા તમામ પ્રયાસો કરી શહેરને લીલુંછમ બનાવવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!