મોરબી મહાનગરપાલિકા તરફથી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૬૮૦ આવાસોની ચેકીંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે ચેકીંગ દરમિયાન બિનઅધિકૃત રીતે રહેતા આસામીઓને દુર કરવા તેમજ મૂળ માલિકને નોટીસ આપીને તાકીદ કરવામાં આવી હતી. અને આવાસ યોજનાના રહેણાંક મકાન/ફ્લેટમાં જે લોકો ખાદ્ય ચીજવસ્તુની દુકાન ચલાવતા હોય તેવા આસામીની પણ દુકાન બંધ કરવા તાકીદ કરવામાં આવી છે…
મોરબી મહાનગરપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનર (પ્રોજેકટ)ના આદેશ અંતર્ગત આવાસ વિભાગ દ્વારા કામધેનું બાયપાસ રોડ, દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ થયેલ ૬૮૦ આવાસોનો ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હતો. તે સર્વે દરમ્યાન બિનઅધિકૃત રીતે રહેતા આસામીઓને દુર કરવા તેમજ મૂળ માલિકને નોટીસ આપીને તાકીદ કરવામાં આવી હતી. તેમજ આવાસ યોજનાના રહેણાંક મકાન/ફ્લેટમાં જે લોકો ખાદ્ય ચીજવસ્તુની દુકાન ચલાવતા હોય તેવા આસામીની પણ દુકાન બંધ કરવા તાકીદ કરાઇ હતી. વધુમાં જે લાભાર્થીઓએ પોતાના આવાસ બંધ રાખ્યા છે તેઓ તુરંત જ આવાસનો ઉપયોગ કાયમી માટે શરૂ કરે અન્યથા તેઓ વિરૂદ્ધ નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે તેમ મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે..