મોરબી મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખાએ શહેરભરના ૪૧૪૪ મેનહોલનું સર્વે હાથ ધરી ૧૧૦ મેનહોલ રીપેર કરવા પાત્ર ગણાવ્યા હતા. જેમાંથી અત્યાર સુધી ૮૪ મેનહોલની મરામત પૂર્ણ થઇ છે અને બાકી રહેલાં મેનહોલ પર કાર્ય ચાલુ છે.
મોરબી શહેરમાં નાગરિકોની સુરક્ષા અને આરોગ્યના હિતમાં ડ્રેનેજ શાખા દ્વારા મેનહોલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. દરમિયાન કુલ ૪૧૪૪ મેનહોલના સર્વે દરમિયાન ૧૧૦ મેનહોલ રીપેર કરવાની જરૂરિયાત જણાઈ હતી. મહાનગરપાલિકા દ્વારા તેમાંના ૮૪ મેનહોલની મરામત પૂર્ણ કરવામાં આવી છે, જયારે બાકી રહેલા મેનહોલ પર કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં તે પણ પૂર્ણ કરવામાં આવશે. વધુમાં, મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો શહેરના કોઇ પણ વિસ્તારમાં તુટેલા કે ખરાબ મેનહોલ કવર જોવા મળે તો મહાનગરપાલિકા કચેરીએ અથવા કચેરી ટેલીફોન: ૦૨૮૨૨-૨૨૦૫૫૧ ઉપર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.