મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી મહાનગર પાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેને પત્ર લખી મોરબી મહાનગરપાલીકાના પટાંગણમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા તથા તેમની સંપૂર્ણ જગ્યામાં સાફસફાઈ કરી રંગરોગાન કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી મહાનગરપાલીકાના પટાંગણમાં બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા આવેલ છે. જે પ્રતિમા તથા તેમની ફરતે આવેલ જગ્યાની સાફસફાઈ કરી રંગરોગાન કરવાની માંગ મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે. મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં આવેલ અંદાજીત ૧૯(ઓગણીસ) પ્રતિમાઓને રીનોવેશન કરી રંગરંગાન કરવામાં આવતું હોય ત્યારે મોરબી મહાનગરપાલીકાના પટાંગણમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ૨૬ મી જાન્યુઆરી પ્રજાસતાક દિને પણ સાફસફાઈ ન કરવામાં આવી ત્યારે ક્યાંકને કયાંક મહાનુભાવોની પ્રતિમામાં પણ ભેદભાવ રાખવામાં આવતુ હોવાનું ધ્યાને આવતા મહાનગર પાલીકાના પટાંગણમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાની આજુબાજુની જગ્યામાં સાફસફાઈ તથા રંગરોગાન કરવા રજૂઆત કરાઈ છે. જે બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલીક ધોરણે ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા તથા તેમની જગ્યામાં સાફસફાઈ કરી રંગરોગાન કરવા કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.