મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ છેલ્લાં સપ્તાહ દરમિયાન શહેરમાં અલગ અલગ કામગીરી કરવામાં આવી છે. જેમાં પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૧૮ આસામી પાસેથી રૂ. ૨૯,૮૦૦/-, જાહેર ગંદકી કરતા ૪૮ આસામી પાસેથી રૂ. ૨૮,૮૫૦/-, જાહેરમાં યુરિન કરવા બદલ ૫ આસામીઓ પાસેથી રૂ.૧૪૫૦ તેમજ કચરો સળગાવતા ૭ આસામીઓ પાસેથી રૂ. ૧૧૫૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરમાં તા. ૧૮/૦૩/૨૦૨૫ થી ૨૪/૦૩/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તેમજ ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૧૮ આસામી પાસેથી રૂ. ૨૯,૮૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તેમજ જાહેર ગંદકી કરતા ૪૮ આસામી પાસેથી રૂ. ૨૮,૮૫૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જાહેર યુરિન કરવા બદલ ૫ આસામીઓ પાસેથી રૂ. ૧૪૫૦/-તેમજ જાહેરમાં કચરો સળગાવતા ૭ આસામીઓ પાસેથી રૂ. ૧૧૫૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આમ, મોરબી મહાનગર પાલિકા બનતા સ્વચ્છતા, તેમજ ગંદકી સહિતના પ્રશ્ને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.