નવા ગાર્ડનોનો વિકાસ, જૂના ગાર્ડનોનું નવીનીકરણ અને વ્યાપક વૃક્ષારોપણની કામગીરી પ્રગતિ હેઠળ.
મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, હરિયાળું અને સુંદર બનાવવા સતત કામગીરી હાથ ધરાઈ રહી છે. નવા ગાર્ડનોના વિકાસ સાથે સાથે કેશરબાગ, સુરજબાગ જેવા જૂના ગાર્ડનોના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે, જેના કારણે શહેરના સૌંદર્યમાં વધારો થશે.
મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા શહેરના પર્યાવરણ અને સૌંદર્ય વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. શહેરમાં નવા ગાર્ડનો વિકસાવવાની સાથે કેશરબાગ, સુરજબાગ સહિતના જુના ગાર્ડનોના નવીનીકરણની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ તમામ વિકાસ અને સુધારાની કામગીરી પૂર્ણ થતાં નાગરિકોને વધુ સુવિધાયુક્ત અને આકર્ષક હરિત વિસ્તારો મળશે. આ ઉપરાંત ભડિયાદ વિસ્તારમાં અંદાજે ૧,૧૯૮ વૃક્ષોનું વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર અવરોધરૂપ બનેલા ઝાડ-ઝાડીઓની કાપણી પણ ગાર્ડન શાખા દ્વારા નિયમિત રીતે કરવામાં આવી રહી છે. આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ જ્યાં જરૂરી હશે ત્યાં નડતરરૂપ ઝાડ-ઝાડીઓ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. મહાનગરપાલિકાની ગાર્ડન શાખા શહેરને વધુ સ્વચ્છ, હરિયાળું અને આકર્ષક બનાવવા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું છે.









